નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં છેલ્લા 10 દિવસથી રોજના લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


આ દમિયાન એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે, હાલના સમયમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) અને વીક એન્ડ લોકડાઉન (Weekend Lockdown) લગાવવાનો કોઈ ફાયદો નથી.સાથે સાથે તેમણે શક્યતા દર્શાવી હતી કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો (Coronavirus Third Wave) સામનો કરવો પડી શકે છે.


એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ડો.ગુલેરિયાએ (Dr Randeep Guleria) કહ્યું કે, જો કોરોના મહામારી આ જ રીતે આગળ વધતી રહી અને વાયરસ ઈમ્યુન એસ્કેપ મિકેનિઝમ વિકસિત કરવામાં સક્ષમ થઈ ગયો તો શક્ય છે કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો પણ વારો આવે. વાયરસના સંક્રમણને રોકવુ હશે તો યોગ્ય સમય પૂરતુ લોકડાઉન નાંખવાની જરુર છે.


તેમણે કહ્યુ હતુ કે, હાલમાં ત્રણ બાબતો પર ધ્યાન આપવાનીજ રુર છે .હોસ્પિટલોની સુવિધાઓમાં સુધારો કરવાની, કોરોનાના વધતા કેસ રોકવાની અને વેક્સીનેશનને ઝડપી બનાવવાની.સંક્રમણની ચેનને તોડવી ડશે.જો લોકોનો ક્લોઝ કોન્ટેકટ ઓછો કરવામાં સફળ થયા તો કોરોનાના કેસ ઓછા થશે.


ડો.ગુલેરિયાના મતે આ સમયે વીકેન્ડ લોકડાઉન લગાવવાનો કે નાઈટ કરફ્યુ લગાવવાનો કોઈ અર્થ નથી.આપણે સમજવાની જરુર છે કે, લોકોમાં ઈમ્યુન સિસ્ટમ વધે તે માટે તેમને જલ્દી વેક્સીન આપવી પડશે અને બીજુ એ સમજવુ પડશે કે વાયરસ કેવી રીતે પોતાનુ સ્વરુપ બદલે છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731


કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229


કુલ મોત - 2 લાખ 26 હજાર 188