UPમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અંત્યત ખરાબ છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે લોકો તરફડીને મોતને ભેટી રહ્યા છે. ચારે તરફ હાહાકારની સ્થિતિ છે. આ વચ્ચે જ અલ્હાબાદ હાઈકોર્ટે સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોવાથી કોરોના પીડિત દર્દીઓના મોત એક ગુનાહિત કૃત્ય છે. આટલું જ નહીં કોર્ટે ખૂબ કડક શબ્દોમાં કહ્યું કે આ તે લોકો દ્વારા કરાયેલો નરસંહાર છે


નોંધનીય વાત છે કે યુપીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. કેટલાક કિસ્સામાં ઓક્સિજનનું લેવલ ઘટતા તેને બચાવવા ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે. રાજ્યની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ઓક્સિજનની જરૂરિયાત મુજબનો જરૂરી પુરવઠો નથી મળતો જેના કારણે દર્દીઓએ જીવ ગુમાવી રહ્યા છે.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.   


એક્ટિવ કેસ 34 લાખને પાર


દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ગઈકાલે 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.


કુલ કેસ   બે કરોડ 2 લાખ 82 હજાર 833


કુલ ડિસ્ચાર્જ  એક કરોડ 66 લાખ 13 હજાર 292


કુલ એક્ટિવ કેસ   34 લાખ 47 હજાર 133


કુલ મોત   2 લાખ 22 હજાર 408


15 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 89 લાખ 32 હજાર 133 ડોઝ આપવામાં આવ્યા છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


રાજ્યોની હાલત છે ખરાબ


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ 19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.