Nirav Modi Extradition: નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યૂકે કોર્ટે હીરા કારોબારીની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે તેના ભારતમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ સ્મિથ અને રોબર્ટ જે એ આ વર્ષની શરૂઆતમાં અપીલ પર સુનાવણી કરતા લંડન હાઈકોર્ટે બુધવારે હિરા વેપારી નિરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જેમાં પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડ કેસમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપનો સામનો કરવો પડ્યો હતો,જેની અંદાજીત રકમ 2 બિલિયન અમેરિકી ડોલર જેટલી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉતને મળી મોટી રાહત
શિવસેનાના સાંસદ સંજય રાઉતને આખરે જામીન મળી ગયા છે. રાઉત મુંબઈના પાત્રા ચાલ કૌભાંડના સંબંધમાં જેલમાં છે. મુંબઈની પીએમએલએ કોર્ટે 2 નવેમ્બરે તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી. જો કે, કોર્ટે રાઉતની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો, જે 9 નવેમ્બરના રોજ સંભળાવવાનો હતો.
21 ઓક્ટોબરે કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી. તે સમયે પણ સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી હતી. આ કેસમાં ઇડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સંજય રાઉતને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. જેમાં રાઉતનું નામ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપી તરીકે લેવામાં આવ્યું છે. રાઉતે જામીન માટે સ્પેશિયલ કોર્ટ ફોર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં અરજી કરી હતી.
લગભગ 4 મહિનાથી જેલમાં છે રાઉત
ત્રણ મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા સંજય રાઉતને તાત્કાલિક રાહત મળી છે. રાઉતની ઈડી દ્વારા 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના સાંસદની જામીન અરજીની સુનાવણી ઘણી વખત કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોર્ટમાંથી તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધતી રહી. પરંતુ આખરે જુલાઈથી જેલમાં રહેલા રાઉતને જામીન મળી ગયા છે.
22 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા રિમાન્ડ
આ પહેલા સંજય રાઉતના રિમાન્ડ 8 ઓગસ્ટ સુધી અને પછી 22 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા હતા. આ સાથે જ તેના રિમાન્ડ ત્રીજી વખત 5 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના આરોપો પર કાર્યવાહી કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.