Patra Chawl Land Scam: શિવસેનાના સાંસદ સંજય રાઉતને આખરે જામીન મળી ગયા છે. રાઉત મુંબઈના પાત્રા ચાલ કૌભાંડના સંબંધમાં જેલમાં છે. મુંબઈની પીએમએલએ કોર્ટે 2 નવેમ્બરે તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી. જો કે, કોર્ટે રાઉતની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો, જે 9 નવેમ્બરના રોજ સંભળાવવાનો હતો.


21 ઓક્ટોબરે કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી. તે સમયે પણ સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી હતી. આ કેસમાં ઇડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સંજય રાઉતને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. જેમાં રાઉતનું નામ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપી તરીકે લેવામાં આવ્યું છે. રાઉતે જામીન માટે સ્પેશિયલ કોર્ટ ફોર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં અરજી કરી હતી.


લગભગ 4 મહિનાથી જેલમાં છે રાઉત
ત્રણ મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા સંજય રાઉતને તાત્કાલિક રાહત મળી છે. રાઉતની ઈડી દ્વારા 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના સાંસદની જામીન અરજીની સુનાવણી ઘણી વખત કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોર્ટમાંથી તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધતી રહી. પરંતુ આખરે જુલાઈથી જેલમાં રહેલા રાઉતને જામીન મળી ગયા છે.


22 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા રિમાન્ડ
આ પહેલા સંજય રાઉતના રિમાન્ડ 8 ઓગસ્ટ સુધી અને પછી 22 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા હતા. આ સાથે જ તેના રિમાન્ડ ત્રીજી વખત 5 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના આરોપો પર કાર્યવાહી કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.


જસ્ટિસ ચંદ્રવૂડ બન્યા દેશના 50માં ચીફ જસ્ટિસ


જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, કેન્દ્રીય મંત્રીઓ અને અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે. જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટની મહતાથી  સારી રીતે વાકેફ છે, જ્યાં તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ હતા, જે સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં CJIનો સૌથી લાંબો કાર્યકાળ હતો. તેઓ 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ હતા.  જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ વિશે કેટલીક ખાસ વાતો જણીએ.


જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું શિક્ષણ


જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમની માતા પ્રભા શાસ્ત્રીય સંગીતકાર છે. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કર્યું. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી એલએલબી કર્યું. ત્યારબાદ તેણે યુએસએની હાર્વર્ડ લો સ્કૂલમાંથી ફોરેન્સિક સાયન્સમાં એલએલએમ અને ડોક્ટરેટની પદવી મેળવી.