નવી દિલ્હી: નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો સામે ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે નિર્ભયા મામલે દોષિતોને ડેથ વોરન્ટ જાહેર કરવાથી દિલ્હીની લોકોની વર્ષોની ઈચ્છા પૂરી થઈ છે. તેમણે કહ્યું કે, આ કેસમાં સાતા વર્ષ લાગી ગયા. આ વ્યવસ્થાને બદલવી પડશે અને એવી વ્યવસ્થા લાગુ કરવી પડશે કે રેપના દોષિતોને 6 મહિનામાં જ ફાંસીની સજા થવી જઈએ.

કેજરીવાલે પોતાની ટાઉનહૉલ બેઠક દરમિયાન કહ્યું, “આ નિર્ણયથી દિલ્હીના લોકોની વર્ષોની ઈચ્છા પૂરી થઈ છે. મને આશા છે કે લોકો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે તે સબક લેશે કે આ દોષિતોને છોડવામાં નહીં આવે અને તેના મામલે કાયદો પોતાનું કામ કરશે. ”


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “દેશભરના લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. આ કાયદાની જીત છે. મને ખુશી છે કે નિર્ભયાના પરિવાર, વકીલોની મહેનત રંગ લાવી. ”

નિર્ભયાની માતા આશા દેવીએ કોર્ટના ફેંસલા બાદ કહ્યું, મારી પુત્રીને ન્યાય મળ્યો છે. 4 ગુનેગારોને ફાંસી આપવાથી દેશની મહિલા સશક્તિકરણ થશે. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત

2012ની દિલ્હી ગેંગરેપની પીડિતા નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, હું કોર્ટના નિર્ણયથી ખુશ છું. દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે, આ નિર્ણય આવા ગુનાઓ કરનારા લોકોમાં ભય પેદા કરશે.