નવી દિલ્હીઃ નિર્ભયાના ગુનેગાર પવન કુરમાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન કુમારની ક્યૂરેટિવ પિટીશનને ફગાવી દીધી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંટન નરીમન, જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણે ચેમ્બરમાં કરી. હવે બધાની નજર પટિયાલા હાઉસ કોર્ટ પર છે.


આની સાથે જ ચારેય દોષીઓની અને માનસિક સ્થિતિ જાણવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નિર્દેશ આપવાની માંગને લઇને શનિવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. આના પર પણ આજ સુનાવણી થઇ શકે છે. આ ઉપરાંત ફાંસી પર સ્ટેની માંગ વાળી અરજી પર પણ સુનાવણી થશે.

પવન કુમાર જ એક માત્ર દોષી છે જેની પાસે હજુ પણ કાયદાકીય વિકલ્પ બચ્યો છે. આમાં ક્યૂરેટિવ પિટીશન તો ફગાવી દેવાઇ છે. હવે માત્ર દયા અરજીનો ઓપ્શન બચ્યો છે. પવનના વકીલ એપી સિંહે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરીશું. આ કારણે ફાંસી ટળી શકે છે.