નવી દિલ્લી: નિર્ભયા ગેંગરેપ મામલામાં આરોપી વિનય શર્માએ તિહાડ જેલમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. અને જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો. અને હાલ તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, આરોપી વિનયે ગળામાં ગમછા બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ તેની હાલત ગંભીર બની હતી. જેલ પ્રશાસન સુધી આ વાતની જાણકારી પહોંચ્યા પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિનયે પહેલા દવાઓ ખાધી હતી અને ત્યારબાદ ગળામાં ગમછા બાંધીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. વિનયને તિહાડની 8 નંબરની જેલમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ પણ આરોપી વિનયે કોઈ પેન કિલરનું સેવન કર્યું હતું.