નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્લીમાં ખરાબ કાનૂન વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવા માટે રૂપિયા 70 લાખ ખર્ચી દીધા હોવાનું કેગના રિપોર્ટમાં ખુલ્લુ છે.CAGના રિપોર્ટમાં કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક જાહેરાત અભિયાન પર રૂપિયા 33.44 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 85 ટકા ખર્ચ દિલ્લી બહાર કરવામાં આવ્યો છે.


કેગના આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રથમ વર્ષમાં જાહેરાતો પર કરવામાં આવેલા બેફામ ખર્ચ પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. દિલ્લી સરકાર પર ટીવીની જાહેરાતો પર જનતાના પૈસાનું બેફામ ઉપયોગ કરવાના આક્ષેપો કર્યા છે. રિપોર્ટમાં દિલ્લી સરકાર દ્વારા ટીવી પર એક વ્યક્તિને સાવરણી સાથે બતાવવામાં આવ્યું છે, જે આપનું ચૂંટણી પ્રતિક છે અને જાહેરાતમાં ‘આપની સરકાર’નું સંદર્ભ આપવામાં આવ્યું છે જે પાર્ટીનું પ્રચાર છે સરકારનું નથી.

વિરોધી પક્ષો પણ અરવિંદ કેજરીવાલ પર જાહેરાતોને લઇને કેટલાક આક્ષેપ કર્યા હતા. સીએજીની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપ સરકારે જાહેરાતો ઉપર 526 કરોડ રૂપિયાના જે  ખર્ચા કર્યા છે, તેમાંથી 100 કરોડથી વધારેનું હિસાબ આપવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે.