નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી Parakala Vangmayi એ 7 જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પરિવારના સભ્યોએ જ સામેલ થયા હતા. લગ્નમાં કોઈ રાજકીય વ્યક્તિ કે વીવીઆઈપી સામેલ થયા નહોતા. નિર્મલાની પુત્રી Parakala Vangmayiના લગ્ન ઉડુપી અદામારુ મઠના સંતોના આશીર્વાદથી હિન્દુ પરંપરા મુજબ ગુજરાતના પ્રતિક દોશી સાથે થયા હતા. નિર્મલા સીતારમણે આ ખાસ દિવસે મોલાકલમારુ સાડી પહેરી હતી.






કોણ છે નિર્મલાની પુત્રી Parakala Vangmayi?


નિર્મલા સીતારમણની પુત્રી Parakala Vangmayi એ રાષ્ટ્રીય અખબાર સાથે કામ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો છે. નિર્મલા સીતારમણના પતિ રાજકીય અર્થશાસ્ત્રી છે, જેઓ કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. તેઓ જુલાઈ 2014 અને જૂન 2018 વચ્ચે આંધ્ર પ્રદેશ સરકારમાં કેબિનેટ રેન્ક પણ સંભાળી ચૂક્યા છે.


Parakala Vangmayi વ્યવસાયે મલ્ટીમીડિયા પત્રકાર છે. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટન, મૈસાચુસેટ્સમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં BM અને MA કર્યું છે. તેમણે લાઈવ મિન્ટ, ધ વોઈસ ઓફ ફેશન અને ધ હિન્દુ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે.


અગાઉ, સપ્ટેમ્બર 2019 માં નિર્મલા સીતારમણે Parakala ના બાળપણની એક તસવીર ડોટર્સ ડે પર શેર કરી હતી, જેમાં તેણીને મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે હું દીકરીઓ વિશે ઘણું કહી શકું છું. મારી પુત્રી સાથે જૂની તસવીર. મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક. આ ડોટર્સ ડે પર.


કોણ છે પ્રતીક દોશી?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીતારમણના જમાઇ પ્રતીક વડાપ્રધાન મોદીના ખાસ સહયોગી છે. તેઓ પીએમ ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી છે. તેઓ 2014થી પીએમઓમાં કામ કરી રહ્યા છે. તેઓને 2019માં જોઇન્ટ સેક્રેટરીનો રેન્ક આપવામાં આવ્યો અને ઓએસડી બનાવાયા હતા. તેઓ રિસર્ચ અને સ્ટ્રેટેજીનું કામ સંભાળે છે. પ્રતીક સિંગાપુર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રતીક તેમની ઓફિસમાં રિસર્ચ આસિસ્ટન્ટ હતા.