Nirmala Sitharaman Admitted To AIIMS: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત સારી નથી. તેમને રૂટીન ચેકઅપ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બપોરે 12 વાગ્યે તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના પ્રાઈવેટ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.






જણાવવામાં આવી રહ્યું છે કે, નિર્મલા સીતારમણ સોમવારે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવા રવાના થયા હતા. તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તે જાણી શકાયું નથી કે કઈ સમસ્યાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ સંબંધમાં AIIMS દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.


નિર્મલા સીતારમણ ઘણા વર્ષોથી દેશના નાણામંત્રી છે. તે આવતા વર્ષે એટલે કે 2023માં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. શુક્રવારે, તેમણે સંકેત આપ્યો હતો કે નાણા પ્રધાન અગાઉના બજેટની ભાવનાને અનુસરશે.


બજેટ ભાષણ વાંચતી વખતે પણ તબિયત લથડી


આ પહેલા પણ નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત લથડી હતી. વર્ષ 2020 માં, તેમણે ખૂબ લાંબુ બજેટ ભાષણ આપીને પોતાનો જ પાછલો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે તેમણે લગભગ 160 મિનિટ લાંબુ બજેટ ભાષણ વાંચ્યું હતું. તે દરમિયાન, ભાષણ પૂરું થયું ત્યાં સુધીમાં તેમની તબિયત પણ બગડી ગઈ હતી. તેને બોલવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે ભાજપના નેતા નીતિન ગડકરીએ તેમને ટોફી આપીને રાહત આપી હતી. 


ગઈકાલે જ દિલ્હીમાં 'સદૈવ અટલ' ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા કેન્દ્રીય નાણામંત્રી સીતારામન ગયા હતા. આ પહેલા પણ નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ બજેટની રજૂઆત દરમિયાન તેમના બજેટના સૌથી લાંબા ભાષણને નાદુરસ્ત તબિયતથી આખું ભાષણ વાંચી શક્યા ન હતા. સંસદમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી સતત ભાષણ આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. 


નિર્મલા સીતારમણ સોમવારે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવા રવાના થયા હતા. તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તે જાણી શકાયું નથી કે કઈ સમસ્યાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.