નાગપુર: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત ફરી લથડી હતી.  ગુરૂવારે તેમને ચક્કર આવતા રાષ્ટ્રીય ગાનની મધ્યમાં બેસવું પડ્યું હતું.  મંત્રીના એક સહાયકે જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સોલાપુર યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીતિન ગડકરીને અહીં વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગડકરીની તબિયત સારી લાગી નહોતી રહી. જ્યારે ગડકરી બેચેનીને લીધે ખુરશી પર બેસી ગયા હતા.

કાર્યક્રમના સમાપન સમયે રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે નિતિન ગડકરી ઉભા થવા માંગતા હતા પરંતુ ઉભા થઈ શક્યા નહોતા. ત્યારબાદ તેમને દવા આપવામાં આવી હતી. અગાઉ,  નિતિન ગડકરીને મહારાષ્ટ્રની કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચક્કર આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.