ગડકરીએ કહ્યું કે, મં અધિકારીઓને કહ્યું કે, દેશમાં કેશની લિક્વિડિટી ઓછી છે અને ઝડપથી નિર્ણય લેવા પડશે. કહેવાય છે કે, નીતિન ગડકરીનું આ નિવેદન જુદા જુદા પ્રોજેક્ટમાં ફસાયેલ રકમ અને તેનાથી અર્થવ્યવસ્થા પર પડનારા પ્રભાવને લઈને હતું.
નોંધનીય છે કે, નીતિક ગડકરી મોદી સરકારના એવા મંત્રીઓમાંથી એક છે, જે ખુલીને તમામ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરે છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારમાં ગઠબંધનને લઈને તેમણે કહ્યું હતું કે, રાજનીતિ અને ક્રિકેટમાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી હોતી. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન ગડકરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અનેક વસ્તુઓના ભાવ મોંઘા છે, જીડીપીનો દર ઘટી ગયો છે, બેરોજગારીના આંકડાઓએ 45 વર્ષનો રેકોર્ડ તોડયો છે અને અનેક ઉધ્યોગપતિઓ સરકારની ટીકા કરી રહ્યા છે.
ખુદ સરકારના જ પૂર્વ આિર્થક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પણ કહી ચુક્યા છે કે દેશ ભયંકર મંદી તરફ જઇ રહ્યો છે. ગડકરી અગાઉ પણ રોજગારી મુદ્દે ખુલ્લેઆમ સ્પષ્ટ વાત કરી ચુક્યા છે.