નવી દિલ્હીઃ પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં નવો મૉટર વ્હિકલ એક્ટ અમલી બન્યો છે. મોદી સરકારે દેશમાં ટ્રાફિકન અને વાહનના નિયમોમાં શિસ્ત લાવવા માટે આ નિયમ અમલી બનાવ્યો છે, જોકે, હવે આના પર મોટો ખુલાસો સામે આવ્યો છે. સરકારે આ નિયમ હેઠળ અત્યાર સુધી દેશના લોકો પાસેથી લગભગ 577 કરોડ રૂપિયા વસૂલી લીધા છે.

માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. મોદી સરકારના મંત્રી ગડકરીએ લોકસભામાં આ વાતની માહિતી આપતી, તેમને કહ્યું કે, 1 સપ્ટેમ્બર બાદ લ ગભગભ 38 લાખ ચલણ કાપાયા છે, આ એ રકમ છે જે ચલણના રૂપામાં કાપવામાં આવી હતી અને કોર્ટમાં મોકલવામાં આવી હતી. આ રકમ 577 કરોડ રૂપિયાની થઇ છે.



નિતિન ગડકરીએ કહ્યું કે, NIC ડેટાબેઝ અનુસાર, 1 સપ્ટેમ્બર બાદ દેશભરમાં 38,39,406 ચલણ કાપવામાં આપવામાં અને ચલણની કુલ રકમ 5,77,51,798 થઇ છે.