કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે.  ગડકરી હોમ ક્વોરન્ટાઈન થયા છે.  નીતિન ગડકરીએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. ભાજપના 64 વર્ષીય પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ મંગળવારે ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ગડકરી હાલમાં કોરોના વાયરસના હળવા લક્ષણો અનુભવી રહ્યા છે.


 








કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થઈ ગયા છે. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. 64 વર્ષીય બીજેપી નેતાએ મંગળવારે ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ગડકરી હાલમાં કોરોના વાયરસના હળવા લક્ષણો અનુભવી રહ્યા છે. ગડકરીએ ટ્વિટર પર લખ્યું કે, આજે હું હળવા લક્ષણો સાથે કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો છું. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પોતાને અલગ રાખે અને પોતાનો ટેસ્ટ કરાવે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7476 કેસ નોંધાયા


 


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988,  વડોદરા   કોર્પોરેશનમાં 551,  રાજકોટ કોર્પોરેશનમાં 244,  વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136,  ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3,  જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર  1 કેસ નોંધાયા છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238  કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3  મૃત્યુ થયા. વલસાડમાં 1,  સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.