નવી દિલ્લીઃ આજે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વેરિયન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે કોરોનાના નવા વેરિયન્ટને એક પણ કેસ નથી. કોરોનાનો નવો વાયરસ દુનિયાના 14 દેશોમાં મળ્યો છે, પરંતુ આપણે ત્યાં હજુ સુધી એક પણ કેસ મળ્યો નથી. એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. કોઈ સંદીગ્ધ મામલો હોય, તો તેની તપાસ તાત્કાલિક કરાઈ રહી છે અને જીનોમ સિક્વન્સ પણ તપાસાઈ રહી છે. 






સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવો વેરિઅન્ટને લઈ ચિંતાનો માહોલ છે. વર્તમાન કોરોના રસી આ વેરિઅન્ટ સામે કામ કરશે કે નવી વેક્સિન બનાવવી પડશે તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ફાર્મા કંપની મોડર્ના ઈંકે કહ્યું કે, કોરોના વાયરસના ઓમિક્રોન સ્ટ્રેન સામે લડવા નવી રસીની જરૂર પડશે તો 2022ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને જૂના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ધારે ખતરનાક માનવામાં આવી રહ્યો છે અને તેની સામે હાલની વેક્સિન અસર નહીં કરે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મોડર્નાનું ઈંકનું આ નિવેદન વિશ્વની ચિંતાને થોડી હળવી કરનારું છે. વાયરસનું નવું સ્વરૂપ લગભગ 14 દેશોમાં પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતાં આ દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા દેશોએ તેના આગમન પહેલા પોતપોતાના સ્થળોએ એલર્ટ જારી કરી દીધા છે. દુનિયાએ ડેલ્ટા વેરિઅન્ટનું તાંડવ જોયું છે. આવી સ્થિતિમાં તમામ દેશો ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટને જોતા, યુએસ સરકારના ટોચના તબીબી સલાહકાર, એન્થોની ફૌસીએ વાયરસના નવા વેરિઅન્ટને ખતરાની ઘંટી ગણાવી ચૂક્યા છે. વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો પ્રથમ કેસ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં આ વાયરસ 14 દેશોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિઅન્ટથી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે. કોરોનાના નવા Omicron વેરિઅન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. જર્મની, ઇટાલી, બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસના કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને સતત તપાસ ચાલી રહી છે. થાઈલેન્ડે આફ્રિકાના આઠ દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે.