તે સિવાય રાજનાથ સિંહે કહ્યું કે, સરકાર સરહદ પારથી જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવનારા લોકોને ક્યારેય સફળ થવા દઇશું નહીં. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક એવા તત્વો છે જે સરહદ પારથી આતંક ફેલાવનારા લોકો અને આઇએસઆઇ સાથે જોડાણ ધરાવે છે. એવા લોકો જે પાકિસ્તાન અને આઇએસઆઇ પાસેથી રૂપિયા લે છે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામામાં હુમલા બાદ થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે પણ સુરક્ષા દળોના કાફલાની મુવમેન્ટ હાઇવે પર હશે તે સમયે સામાન્ય લોકોના વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તે સિવાય સામાન્ય લોકો વચ્ચે શાંતિનો માહોલ બગાડનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તે સિવાય ગૃહમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે આવી સ્થિતિમાં કેટલાક લોકો દેશમાં સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ કરી શકે છે એવામાં દેશની જનતાને અપીલ કરું છું કે સૌ સાથે આવે. હુ જાણું છું કે જ્યારે આવી કોઇ સમસ્યા આવે છે તો દેશમાં લોકો ધર્મ, જાતિ અને સંપ્રદાયની ભાવનાને છોડીને આતંક વિરુદ્ધ એક થઇ જાય છે અને આજે તો આખી દુનિયાના લોકોએ ભારતની આ લડાઇમાં સાથે હોવાની વાત કહી છે.