No Confidence Motion: મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રદ થયો છે. તો બીજી તરફ પીએમ મોદીના સંબોધન વચ્ચે જ વિપક્ષી દળોએ સદનમાંથી લોક આઉટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવની એ શક્તિ છે કે અમે પીએમ મોદીને ગૃહમાં ખેંચી લાવ્યા.
ગુરૂવારે (10 ઓગસ્ટ) લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ ગયો છે. કેન્દ્ર સરકારે ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. "2018 માં, સદનના નેતા તરીકે, મેં તેમને 2023 માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કાર્ય સોંપ્યું હતું. હવે હું તેમને 2028 માં લાવવાનું કામ આપી રહ્યો છું, પરંતુ ઓછામાં ઓછી થોડી તૈયારી કરીને આવો. જેથી જનતાને લાગે કે કમ સે કમ તે વિરોધને લાયક છે.
તમને જણાવી દઈએ કે 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિપક્ષ 2023માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. હવે પીએમ મોદીએ ફરી એકવાર 2024ની ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ 2028માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
PM મોદીનો 'INDIA' પર કટાક્ષ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ગઠબંધન ' INDIA ' પર પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષી ગઠબંધન ' INDIA ' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)નો ક્રિયાકર્મ કરી દીધું. પીએમ મોદીએ કહ્યું કે,દોઢ બે દશક જુની યૂપીએનો ક્રિયાક્રમ અંતિમ સંસ્કાર કરી દીધો. લોકતાંત્રિક વ્યવહાર મુજબ મારે સંવેદના વ્યક્ત કરવી જોઇએ. જો કે સંવેદનના વ્યક્ત કરવામાં વિલંબ થયો તે મારો દોષ નથી કારણ કે આપ ખુદ જ એક બાજુ યુપીએનો ક્રિયાક્રર્મ કરતા હતો અને બીજી તરફ જશ્ન મનાવી રહ્યાં હતા.
તો બીજી તરફ નામ લીધા વિના પીએમ મોદીએ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષને ગરીબોની ભૂખની ચિંતા નથી. વિપક્ષના એક-એક શબ્દને દેશ ધ્યાનથી સાંભળે છે. વિપક્ષે હંમેશા દેશને નિરાશા સિવાય કઈ નથી આપ્યું. વિપક્ષે અધિર રંજનને નજરઅંદાજ કર્યા. કોંગ્રેસ વારંવાર વિપક્ષ નેતાનું અપમાન કરે છે. કોંગ્રેસ વારંવાર અધિરનું અપમાન કરે છે. તેઓ ગોળને ગોબર કરવામાં માહિર છે. અમે સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈશું. 2014-19માં પૂર્ણ બહુમત સાથે સરકાર બની હતી. અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ છે. દુનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. હાલમાં ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. ભારતમાં રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ થયા છે. IMFએ ભારતના વખાણ કર્યા છે. ભારતની ઉપલબ્ધિ પર વિપક્ષને અવિશ્વાસ છે. અવિશ્વાસ અને ઘમંડ વિપક્ષના લોહીમાં છે.