PM Modi Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે લોકસભામાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મણિપુર મુદ્દે ચર્ચાનો પ્રસ્તાવ બદલ વિપક્ષનો આભાર. અવિશ્વાસની દરખાસ્ત અમારી સરકારનો ટેસ્ટ નથી, અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષનો ટેસ્ટ છે. અગાઉ અવિશ્વાસની દરખાસ્તમાં વિપક્ષની પીછેહઠ થઈ હતી. અગાઉ વિપક્ષ પાસે જેટલી બેઠકો હતી તેટલા મતો પણ નહોતા મળ્યા. અવિશ્વાસ પ્રસ્તાવ ઈશ્વરનો આદેશ છે. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે.
2024માં ભાજપ તમામ રેકોર્ડ તોડશે. 2024માં ફરી અમારી સરકાર બનશે. આ સત્રમાં મહત્વપૂર્ણ બિલ પાસ થયા છે. વિપક્ષે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. વિપક્ષ માટે દેશ પહેલા દળ પ્રાથમિકતા છે. વિપક્ષને દેશના યુવાનોની ભવિષ્યની ચિંતા નથી અનેક મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા ન થઈ શકી. સત્તાની ભૂખ વિપક્ષમાં મનમાં સવાર છે. વિપક્ષને ગરીબની નહીં સત્તાની ચિંતા છે. વિપક્ષના સભ્યો તૈયારી કરીને કેમ નથી આવતા. કટ્ટર ભ્રષ્ટ માટે વિપક્ષ એક થયો છે.
તો બીજી તરફ નામ લીધા વિના પીએમ મોદીએ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષને ગરીબોની ભૂખની ચિંતા નથી. વિપક્ષના એક-એક શબ્દને દેશ ધ્યાનથી સાંભળે છે. વિપક્ષે હંમેશા દેશને નિરાશા સિવાય કઈ નથી આપ્યું. વિપક્ષે અધિર રંજનને નજરઅંદાજ કર્યા. કોંગ્રેસ વારંવાર વિપક્ષ નેતાનું અપમાન કરે છે. કોંગ્રેસ વારંવાર અધિરનું અપમાન કરે છે. તેઓ ગોળને ગોબર કરવામાં માહિર છે. અમે સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈશું.
2014-19માં પૂર્ણ બહુમત સાથે સરકાર બની હતી. અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ છે. દુનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. હાલમાં ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. ભારતમાં રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ થયા છે. IMFએ ભારતના વખાણ કર્યા છે. ભારતની ઉપલબ્ધિ પર વિપક્ષને અવિશ્વાસ છે. અવિશ્વાસ અને ઘમંડ વિપક્ષના લોહીમાં છે.
મોદી તારી કબર ખોદાશે એ વિપક્ષનો નારોઃ PM
પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોદી તારી કબર ખોદાશે એ વિપક્ષનો નારો છે. વિપક્ષના અપશબ્દો મારા માટે ટોનિક છે. વિપક્ષ જેનું ખરાબ ઈચ્છે છે તેનું સારુ જ થાય છે. વિપક્ષ મારુ જેટલુ ખરાબ ઈચ્છે છે એટલુ જ મારું સારુ થાય છે.
પીએમ મોદીએ બેંકોને લઈને નિવેદન આપ્યું
પીએમ મોદીએ કહ્યું કે, બેંકોને લઈને પણ વિપક્ષે પૂરજોશમાં અફવાઓ ફેલાવી છે. વિપક્ષે બેંકો માટે ખરાબ વિચાર્યું પણ જાહેર ક્ષેત્રોની બેંકોમાં નફો વધવા લાગ્યો છે. UPAએ બેંકોને NPAના ગંભીર સંકટમાં ધકેલી દીધી હતી. વિપક્ષ જેનું ખરાબ ઈચ્છે છે તેનું ભલુ થાય છે. HALને લઈને વિપક્ષે ખરાબ ચર્ચાઓ કરી હતી. HAL તબાહ થઈ ગયાની ખોટી અફવાઓ ઉડાવી હતી. HALના કર્મચારીઓને ભડકાવી શૂટિંગ કરાવ્યુ. HALને લઈ વિપક્ષે ભ્રમ ફેલાવ્યો તો HAL આજે સફળ થયું. HALના કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો.આજે HAL દેશની શાન છે. LIC માટે પણ વિપક્ષે ભ્રમ ફેલાવ્યા. આજે LIC સતત મજબૂત થઈ રહી છે. દેશ પણ મજબૂત થશે, લોકતંત્ર પણ મજબૂત થશે. અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનશે.