Health Tips: શરીરમાં નમકની વધુ માત્રા અનેક જીવલેણ બીમારીને જન્મ આપે છે. WHOના મુજબ દુનિયાના સરેરાશ લોકો 9થી 12 ગ્રામ રોજ નમક લે છે. જો તેને ઓછું કરીએ તો દુનિયામાં 2.5 મિલિયન મોતને રોકી શકાય છે. 


ભોજનમાં જો નમક ન હોય તો સ્વાદ નથી આવવતો. જો ફૂડમાં વધુ નમક હોય તો પણ સ્વાદ ખરાબ થઇ જાય છે. નમક આપણી સ્વાસ્થય માટે જરૂરી પણ છે પરંતુ તેની યોગ્ય માત્રા જરૂરી છે. વધુ નમક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. મહામારીના સમયમાં સ્વસ્થ રહેવા માટે કેટલું નમક લેવું જોઇએ તે મુદે WHO એ ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દિવસમાં માત્ર 5 ગ્રામ જ નમક લેવું જોઇએ. જો કે મોટાભાગના લોકો ખાવામાં તેનાથી ડબલ નમક લે છે. જે નુકસાનકારક સાબિત થાય છે.તો આવો જાણીએ સ્વાસ્થ્ય માટે નમક કેટલું જરૂરી છે. 



સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ જરૂરી


WHOએ પુરી દુનિયામાં સોડિયમ લેવલને લઇને એક ગ્લોબલ સોડિયમ બેંચમાર્ક ફોર સોડિયમ લેવલ ઇન ફૂડ તૈયાર કર્યો છે. તેમાં લોકોની જિંદગી બચાવવા માટે 60થી વધુ ફડ કેટેગરીને સામેલ કરવામાં આવ્યો છે. આ ફૂડમાં સોડિયમને લઇને માપદંડ બનાવવામાં આવ્યો છે. જેમાં અનુમાન છે કે, 2025 સુધીવિશ્વમાં નમકની વપરાશ 30 ટકા ઓછી થઇ જાય છે. આપણા શરીરમાં પોટેશ્યિમ અને સોડિયમનું સંતુલિત માત્રા હોવું જરૂરી છે. જો શરીરમાં ઓછું પોટિશ્યમ કે સોડિયમ થઇ જાય તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ખાવામાં વધુ નમકનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર, હાર્ટની સમસ્યા અને સ્ટ્રોક પડવાનો ખતરો વધી જાય છે. વધુ નમક હાંડકાને પણ નબળાં બનાવી દે છે. 



આ પ્રોડક્ટસથી શરીરમાં ઝડપથી વધે છે નમકની માત્રા



શરીરને ફિટ રાખવા માટે નમક ખાવું ખૂબ જ જરૂરી છે. હેલ્થી પ્લાજ્મા બનાવવા માટે તંત્રિકાને સ્વસ્થ રાખવા માટે  નમક જરૂરી  છે. જો કેટલીક ચીજોને ખાવાથી શરૂરમાં ઝડપથી નમકની માત્રા વધે છે. પ્રોસેસ્ડ ફૂડ, માંસ, મસાલા, પેકેડના ફૂડમાં વધુ નમક હોય છે. 


નમકના ફાયદા અને નુકસાન
શરીર માટે નમક જરૂરી છે. જે બોડીને એક્ટિવ રાખે છે. જેનાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. આ સિવાય થાઇરોઇડની ફિટનેસ માટે જરૂરી છે. જે લોકોનું બ્લડપ્રેશર લો થઇ જાય તેને નમક ખાવાથી અને આરામ કરવાથી રાહત થાય છે. નમકથી સિસ્ટિફ ફાઇ્બ્રોસિસના લક્ષણોથી સુધાર આવે છે. 


વધુ નમક ખાવાથી શું થાય છે નુકસાન
વધુ નમક ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. વધુ નમકના સેવનથી કિડની સંબંધિત બીમારી સહિત હાઇબીપી, સ્ટ્રોક  થવાની શક્યતા વધી જાય છે.