Mount Abu:ભારે વરસાદથી માઉન્ટ આબુનો મુખ્ય રસ્તો તૂટી જતાં  પ્રવાસીઓને નો-એંટ્રી છે. રસ્તાઓ તૂટ્યા હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને રૂમ નહીં આપવા હોટલ સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.માત્ર દૂધ, એમ્બ્યુલન્સ જેવા અગત્યના વાહનનોને જ પ્રવેશ માટે પરવાનગી અપાઇ છે.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદને કારણે મુખ્ય રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. આ પછી, વહીવટીતંત્રે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. જિલ્લામાં વરસાદની મોસમ ચાલુ છે.   નદીઓ છલકાઈ રહી છે. આવી સ્થિતિમાં, માઉન્ટ આબુનો મુખ્ય રસ્તો પણ ભારે વરસાદથી પ્રભાવિત થયો છે. અહીં સાત ઘુમ પિલર નંબર 20 પાસેનો રસ્તો ખરાબ રીતે તૂટી ગયો છે, જેની તસવીરો ભયાનક છે. જે તસવીરો સામે આવી છે તેમાં વાહનોની લાંબી કતારની બીજી બાજુ તૂટેલો રસ્તો ખૂબ જ ખતરનાક દેખાઈ રહ્યો છે.

જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત અને તૂટી ગયો છે. સાવચેતી રૂપે, માઉન્ટ આબુ જતા તમામ ભારે વાહનો જેવા કે બસો, ટ્રકો, ટેન્કરો, ડમ્પરો વગેરેની અવરજવર પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પ્રવાસીઓ માટે પણ નો એન્ટ્રીનો આદેશ અપાયો છે.

અત્યાર સુધીમાં માઉન્ટ આબુમાં 7૩.85 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સરેરાશ આંકડા કરતાં વધુ છે. એકંદરે, આબુમાં 106 ટકા વરસાદ પડ્યો છે.સતત વરસાદને કારણે માઉન્ટ આબુની દિવાલ અને મુખ્ય માર્ગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. વહીવટીતંત્રે સ્થળ પર બેરિકેડ મૂકીને ટ્રાફિકને નિયંત્રિત કર્યો છે. આનાથી ટ્રાફિક પર અસર પડશે.

રાજસ્થાનમાં, ચોમાસા ઋતુના 100 દિવસોમાં (1 જૂનથી 9 સપ્ટેમ્બર સુધી) 700 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે હવામાન વિભાગે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ ઘણા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ અંગે  રેડ જાહેર કર્રી કર્યું છે. આ સમયગાળા દરમિયાન જાલોર, સિરોહી, બાડમેર, બાલોત્રા અને ઉદયપુરમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય બાંસવાડા, જેસલમેર, જોધપુર, પાલી, રાજસમંદ અને ડુંગરપુરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.