કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરી દીધી છે. આ અંગે નિર્દેશ પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂ.1000ની સ્કોલરશીપ મળતી હતી. સાથે જ 6 થી 8 ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.


એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે 9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્કોલરશિપ મળતી રહેશે. તેમની અરજીઓ લેવામાં આવશે.


ગયા વર્ષે રાજ્યની 16558 મદરેસાઓમાં 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.


ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓનો સર્વે કર્યો હતો. જેમાં 8496 મદરેસા માન્યતા વગરના મળી આવ્યા છે. સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનો સ્ત્રોત જકાત (દાન) જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.


Shraddha Murder Case: શ્રદ્ધાના હત્યારા આફતાબનું સુરત કનેકશન આવ્યું સામે, જાણો વિગત


Shraddha Murder Case Update: શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આફતાબ સાથે જોડાયેલા ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું છે.  


પોલીસે ડ્રગ પેડલર મોમીનની ધરપકડ કરી છે. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હોવાની વાત સામે આવી છે. ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની  4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.. પાંડેસરા અને અમરોલીમાં 4કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈ થી ધરપકડ થઈ હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.


આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કઇ છોકરીને ઘરે બોલાવી હતી, કોણ છે તે ?


શ્રદ્ધા વૉલકરની હત્યા બાદ આરોપી આફતાબે કઇ છોકરીને  પોતાના ઘરે  બોલાવી હતી, પોલીસે તે છોકરીને ઓળખ  કરી લીધી છે. આ છોકરીનો દિલ્હી પોલીસે  સંપર્ક કરી લીધો છે અને પુછપરછ થઇ ચૂકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી વ્યવસાયથી એક સાઇકૉલજિસ્ટ  છે, આરોપી આફતાબ ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરતો હતો, ડેટિંગ એપથી સંપર્કમાં આવેલી એક છોકરીને તેને પોતાના ઘરે બોલાવી હતી