નવી દિલ્હી: કાશ્મીરમાં ઈન્ટરનેટના પ્રતિબંધ પર નીતિ આયોગના સદસ્ય વીકે સારસ્વતે વિવાદિત નિવેદન આપ્યા બાદ ક્હ્યું મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. જો મારા નિવેદનથી કાશ્મીરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. કાશ્મીરના લોકો એમ ન માને કે હુ કાશ્મીરના લોકોને ઈન્ટરનેટની સુવિધા આપવાની વિરૂદ્ધમાં છું.


નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ કરવાથી અર્થતંત્ર પર કોઈ અસર થઈ નથી, કારણ કે કાશ્મીરમાં ફક્ત ગંદી ફિલ્મો જોવા માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ છેલ્લા 5 મહિનાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં ઓગસ્ટ 2019થી અનુચ્છેદ 370 હટાવી રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન પ્રશાસને કર્ફ્યુ લાદ્યો હતો. રાજકીય નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા અને સંચાર સેવાઓ બંધ કરવામાં આવી હતી.