નવી દિલ્હીઃ 2019નો ઇકોનોમિક્સ નોબેલ ભારતીય મૂળના અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. આ અગાઉ 1998માં અમર્ત્ય સેનને ઇકોનોમિક્સ ક્ષેત્રમાં નોબેલ આપવામાં આવ્યો હતો. અભિજીત એસ્થર અને માઇકલને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરેલા પ્રયાસોના બદલામાં આ પુરસ્કાર અપાયો હતો. અર્થશાસ્ત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમરના ગ્લોબલ ગરીબી માટે પોતાના દ્રષ્ટિકોણ માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો. નોંધનીય છે કે અભિજીત બેનર્જી ભારતીય મૂળના છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા.


નોબલ પુરસ્કાર જીતનારા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ અમેરિકામાં એક ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, ભારતીય અર્થતંત્ર ડગમગતી સ્થિતિમાં છે. હાલ ઉપલબ્ધ આંકડા પર ભરોસો ન મૂકી શકાય. છેલ્લા પાંચ-છ વર્ષમાં આપણે વિકાસ તો જોયો પરંતુ હવે આશ્વાસન પણ ખતમ થઈ ગયું છે. મેં જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી ઝડપથી નોબલ પુરસ્કાર મળી જશે. હું છેલ્લા 20 વર્ષથી રિસર્ચ કરતો હતો. અમે ગરીબી નાબૂદ માટે સમાધાન આપવાની કોશિશ કરી.


અભિજીત બેનર્જી અમેરિકામાં મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનર્જીને સંયુક્ત રીતે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી હતી. અભિજીતનો જન્મ 21 ફેબ્રુઆરી 1961માં કોલકત્તામાં થયો હતો. તેમની માતા નિર્મલા બેનર્જી કોલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાઇસન્સમાં પ્રોફેસર હતા. પિતા દીપક બેનર્જી પ્રેસીડેન્સી કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર હતા. અભિજીતે કોલકત્તાથી ગેજ્યુએટ થયા બાદ જેએનયુમાં પોસ્ટ ગેજ્યુએશન કર્યું. બાદમાં 1988માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી કર્યું છે.

2019માં કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબી  નાબૂદી સાથે જોડાયેલી યોજનાઓને તૈયાર કરવામાં અભિજીતે મહત્વની ભૂમિકા નિભાવી હતી.  અભિજીતની પુસ્તક જગરનોટ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. નોબેલ પુરસ્કાર ખૂબ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે. દર વર્ષે સ્વીડિશ એકેડમી તરફથી 16 એવોર્ડ્સ આપવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બનાવી દીધો ક્રિમિનલ ને કરી ગંદી કમેન્ટ્સ

લિંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, એકનું મોત