એબીપી ન્યૂઝ હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, સુત્રોનુ કહેવુ છે કે, લગભગ 42 કર્મચારીઓ કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. લૉકડાઉનાં છુટછાટ બાદ થોડાક અઠવાડિયા પહેલા જ પ્લાન્ટને ફરીથી ખોલવામાં આવ્યો હતો.
નોકિયાનુ કહેવુ છે કે કર્મચારીઓ સાજા થાય બાદ પ્લાન્ટને ફરીથી ચાલુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોએ પણ ગયા અઠવાડિયે પોતાના નવી દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા પોતાના પ્લાન્ટને બંધ કરી દીધો હતો. અહીં પણ કેટલાક કર્મચારીઓ કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા.
નોંધનીય છે કે દેશમાં કોરોનાનો કેર ઓછો નથી થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમિત દર્દીઓ 6387 નવા કેસ સામે આવ્યા છે. સાથે સાથે 24 કલાકમાં 170 લોકોના મોત પણ થયા છે.