સબસિડી વગરના LPG ગેસ સિલિન્ડરમાં થયો વધારો, જાણો નવો ભાવ?
abpasmita.in | 31 Oct 2016 09:33 PM (IST)
નવી દિલ્લી: પેટ્રોલિયમ વિભાગે ફરી દીવાળીના તહેવાર નિમિતે સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જેથી હવે ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવો પડશે. એટલે કે હવે પ્રતિ ગેસ સિલિન્ડરે રૂ. 38.50નો વધારો કર્યો છે. જેથી હવે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ ભાવ રહેશે. એલપીજીમાં વધેલો નવો ભાવ આજ રાત્રિથી અમલમાં રહેશે. હાલ દિલ્હીમાં એલપીજીના ભાવમાં થયેલા વધારાને જોતા ત્યાંનો ભાવ રૂ.529 રૂપિયા રહેશે.