ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Nov 2020 06:56 PM (IST)
ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે જોરદાર ઠંડી પડશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર ઠંડા પવનો ફૂંકાશે.
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે જોરદાર ઠંડી પડશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર ઠંડા પવનો ફૂંકાશે. આ શિયાળામાં ઠંડીનું જોર વધવાનું છે. આઈએમડીએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માટે ઠંડીને લઈને આગાહી કરતા કહ્યું કે ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના છે, મહાપાત્રએ કહ્યું, ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડવાની સંભાવના છે. તેમણે કહ્યું ઉત્તર ભારતમાં રાત્રીનું તાપમાન સામાન્યથી ઓછુ રહેવાની શખક્યતા છે, જ્યારે દિવસનું તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે. આ વર્ષે નવેમ્બરમાં પણ જોરદાર ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે ઠંડીનું જોર વધ્યું છે. દિલ્હીમાં ઠંડીની સીઝનમાં કોરોના મહામારીનો પ્રકોપ પણ વધ્યો છે. કોરોના સંક્રમણના આંકડા સતત વધી રહ્યા છે. આ વર્ષ દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતા દિલ્હીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પરાલી સળગાવવાની ઘટનાઓ પણ બંધ નથી થઈ.