નવી દિલ્લી: સંડે ગાર્જિયને હાલમાં ઉત્તર કોરિયામાં થયેલા પરમાણુ વિસ્ફોટક પર સનસનીખેજ ખુલાસો કર્યો છે. ગાર્જિયન પ્રમાણે, ઉત્તર કોરિયાએ હાલમાં જે પરમાણુ પરીક્ષણ કર્યું, તે બોમ્બ પાકિસ્તાનમાં બનેલા છે. આ ખુલાસાથી બન્ને દેશોની સાંઠગાઠ સામે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે સમયાંતરે બન્ને દેશોની વચ્ચે પરમાણુ કરારના આરોપ લાગતા રહ્યા છે. અખબારમાં આ વિષય પર વિસ્તારથી લેખ છપાયો છે. જેનું ટાઈટલ 'North Korea’s Bomb Made in Pakistan' એટલે કે નૉર્થ કોરિયાના બોમ્બ પાકિસ્તાનમાં બન્યા છે. અખબારના રિપોર્ટ પ્રમાણે ઈસ્ટ એશિયામાં પરમાણુ કાર્યક્રમ પર બારીકાઈ અને ગુપ્ત રૂપથી નજર રાખનાર વિશેષજ્ઞો પ્રમાણે હાલમાં ઉ. કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણના બોમ્બ પાકિસ્તાનમાં બન્યા હતા. અખબારે વિસ્તારપૂર્વક રિપોર્ટ આપીને બન્ને દેશોની વચ્ચે દશકો જૂના સહયોગને હવાલો આપ્યો છે. તેના પ્રમાણે, પાકિસ્તાન અને ઉ. કોરિયાની વચ્ચે 1970થી જ પરમાણુ હથિયારો પર સહયોગ ચાલી રહ્યો છે. પરંતુ 1998માં પાકિસ્તાન દ્વારા ચગાઈમાં કરવામાં આવેલા પરમાણુ ટેસ્ટ પછી તેમનામાં તેજી આવી ગઈ છે. હૉગકૉંગમાં રહેનાર એક પ્રમુખ એનાલિસ્ટ પ્રમાણે 2005 વર્ષ પુરું થતા કોમ્પ્યુટર મૉડલના મારફતે પરમાણુ પરીક્ષણના સાચા પરિણામ મળતા નહોતા, ત્યારથી ઉ. કોરિયાની સેના અને પાકિસ્તાનની સેનાની વચ્ચે સહયોગ વધી રહ્યો છે. બન્ને દેશોમાં સેનાના લોકો જ પરમાણુ ઉપકરણોનું ઉત્પાદન અને કંટ્રોલની જવાબદારી જોઈએ છીએ.