લદ્દાખઃ કોરોના સામે હાલ આખી દુનિયા લડી રહી છે, ત્યારે ભારતના રાજ્ય લદ્દાખમાંથી એક સારા સમાચાર મળી રહ્યાં છે. લદ્દાખમાં છેલ્લા 10 દિવસથી એકપણ કોરોનાનો પૉઝિટીવ કેસ નથી નોંધાયો.


લદ્દાખમાં અત્યાર સુધી કોરોનાના 13 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 4 કેસ નેગિટીવ આવ્યા છે, અને બાકીના ચારની સારવાર ચાલી રહી છે.

લદ્દાખના કમિશ્નર સેક્રેટરી રિગઝીન સેન્પલ અનુસાર, રાજ્યમાં મોટા પાયે ડબલ એક્શન સાથે કોરોનો સામે જંગ લડાઇ રહી છે. આ કારણે છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી.

તેમના અનુસાર લદ્દાખમાં પહેલા લૉકડાઉન અને બાદમાં કૉમ્યુનિટી આઇસૉલેશનનો ઉપયોગ થયો, આ કારણે અમે કોરોનો સામે યોગ્ય રીતે મુકાબલો કરી શક્યા છીએ.



દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે.