આ યાદીમાં એશિયાના અબજોપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સેલિબ્રિટીઝને સામેલ કરવામાં આવ્યા છે. 5 દાયકાના લાબા કરિયર બાદ વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી જુલાઈમાં રિટાયર થયેલા પ્રેમજીનું કહેવું હતું કે તેઓ હવે પરોપકાર પર જ ફોક્સ કરશે.
ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2019 મુજબ, દાનના કારણે પ્રેમજી પાસે હવે 7.2 અબજ ડોલરની સંપત્તિ રહી ગઈ છે. જ્યારે 2018માં તેમની પાસે 21 અબજ ડોલરની સંપત્તિ હતી. તેઓ ધનિકોની યાદીમાં બીજા નંબરથી ગબડીને 17માં નંબર પર પહોંચી ગયા છે. ગિવિંગ પ્લેઝ પર સૌથી પહેલી સહી કરનારા પ્રેમજી તેમના જીવનમાં કુલ 21 અબજ ડોલર દાન કરશે.