નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ ફરી નોટબેન મામલે હોબાળો કરવા તૈયાર છે. આ દરમિયાન કોંગ્રેસે તેમની માગણી કરતા કહ્યું છે કે, પીએમ સદનમાં આવશે તો જ અમે ચર્ચા કરીશું.

સાથે જ કાનપુર રેલ દુર્ઘટના મામલે પણ ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. જે બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ નિવેદન આપ્યું હતું કે, આ દુર્ઘટનાના દોષિતોને છોડવામાં નહિ આવે. રાજ્યસભામાં વિરોધ દરમિયાન વિપક્ષી સાંસદો સદનની વેલીમાં આવી ગયા હતા. સતત વિરોધ પછી રાજ્યસભા 12 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી

નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું- વિપક્ષ ચર્ચા કરવા નહીં માત્ર હોબાળો કરવા જ માગે છે. ત્રૂણમૂલ કોંગ્રેસના સાંસદોએ આજે સંસદ પરિસરમાં ફરીથી પોસ્ટરો બતાવીને નોટ બેનનો વિરોધ કર્યો હતો.

આજે સંસદ શરૂ થાય તે પહેલાં વિપક્ષ દળ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, JDU, RJD, BSP, TMCના સભ્યો હાજર રહ્યા હતા. આ વિશે કોંગ્રેસ તેમના સભ્યોને વ્હિપ પણ જાહેર કરી દીધું છે.