સોનીપતઃ ગન્નૌરના શેખપુરા સ્થિત યુનિક ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીના ક્રિકેટ રમવાના મામલે સ્ટેડિયમના એમડીને ગન્નૌર એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ ગન્નૌરમાં એક પ્રાઇવેટ એકેડમીનુ ક્રિકેટ સ્ટેડિયમ છે.

એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે સ્ટેડિયમ એમડીને નોટિસ ફટકારીને પુછ્યું છે કે, ક્રિકેટ મેચનુ આયોજનની સ્વીકૃતિ કયા અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે શું ક્રિકેટ રમતા પહેલા સ્ટેડિયમને સેનેટાઇઝ કરાવ્યુ હતુ. આમાં કહેવાયુ છે કે આરોપ છે કે મેચ દરમિયાન એકબીજાથી દુર બનાવી રાખવાના નિયમોનુ ધ્યાન ન હતુ રખાયુ, કેટલાક ખેલાડીઓએ તો માસ્ક પણ ન હતુ પહેર્યુ હતુ.



સ્ટેડિયમ એમડી સનથ જૈનને આ નોટિસનો જવાબ 24 કલાકની અંદર સ્વયં હાજર રહીને આપવાનો છે. સાથે જ એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે એ પણ નિર્દેશ આપ્યો છે કે જો તે યોગ્ય પુરાવા લઇને હાજર ન થયા તો, મેચ દરમિયાન હાજર રહેલા અન્ય લોકો સામે પણ લૉકડાઉનના ઉલ્લંઘનની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.