નવી દિલ્હીઃ અમેરિકાના મેરીલેંડના ગિથર્સબર્ગ સ્થિત નોવાવેક્સ કંપનીએ રસીના ઉત્પાદન માટે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. Novavax તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા 2021માં NVX‑CoV2373નું એક બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.
ઓગસ્ટમાં નોવાવેક્સ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો હતો. નોવાવેક્સે એક બિલિયન ડોઝનું ઉત્પાદન કરવા માટે રસીની દુનિયાના સૌથી મોટી ઉત્પાદક સીરમ સંસ્થા સાથ એક કરાર પર સહી કરી હતી. હવે વિસ્તારિત સમજૂતીને ધ્યાનમાં લેતા સીરમ સંસ્થાન વેક્સીનના એન્ટીજન ઘટનનું પણ નિર્માણ કરશે.
ઉલ્લેખનીય છે કે, અમેરીકી કંપનીમાં, Novavaxની વેક્સીનનું પરીક્ષણ મધ્યમ તબક્કામાં છે. પ્રાથમિક તબક્કાના ટ્રાયલ બાદ ખબર પડી કે તેમાં કોરોના વાયરસ વિરુદ્ધ એન્ડીબોડીનું ઉચ્ચ લેવલે ઉત્પાદન કર્યું છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે હવે લોકો વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે, કેટલીક કંપનીઓએ દાવો કર્યો હતો કે, આ વર્ષથી કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે વેક્સીન માટે ઉપલબ્ધ રહેશે તો કેટલાકે આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીન આવવાની વાત કરી છે. પરંતુ સીરમ ઈન્સ્ટીટ્યૂટે આ મામલે કહ્યું કે, વેક્સી માટે લાંબી રાહ જોવી પડી શકે છે.
એમ મીડિયા સંસ્થા સાથે વાતચીત દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, ફાર્મા કંપનીઓ સરળતાથી પોતાનું પ્રોડોક્શન વધારી શકતી નથી. જેથી દુનિયાભરના લોકોને આ વેક્સીન જલ્દી મળી જાય એમ નથી. તેમણે કહ્યું કે, આ પૃથ્વી પર બધા સુધી કોવિડ-19ની વેક્સીન પહોંચતા ચાર વર્ષનો સમય લાગી શકે છે. પૂનાવાલાએ અગાઉ પણ કહ્યું હતું કે, મીઝલ્સ અથવા રોટા વાયરસની જેમ કોરોનાવાયરસમાં પણ બે ડોઝની જરૂર પડશે. એવામાં સમગ્ર દુનિયા માટે 1500 કરોડ ડોઝની વ્યવસ્થા કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખ 30 હજાર થઈ ગઈ છે. તેમાંથી 80,776 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજાર થઈ ગઈ છે અને 38 લાખ 59 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.
અમેરિકાની નોવાવેક્સે કોરોના રસીના ઉત્પાદન માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે કર્યો કરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 05:11 PM (IST)
નવાવેક્સે (Novavax) કોરોનાવાયરસ વેક્સીનના નિર્માણ અને વિતરણ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા સાથે કરાર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -