મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહી બજારિયા પોલીસ વિસ્તારમાં દુર્ગા પ્રતિમાના વિસર્જન સમયે ભીડમાં એક કાર પૂરપાટ ઝડપે ઘુસી ગઇ. આ ધટનામાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા. તો એક બાળકને ગંભીર ઇજા થઇ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્ત બાળકને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે કાર ચાલકની શોધ કરી રહી છે. આ પહેલા છત્તીસગઢના જશપુરમાં પણ આવી ઘટના સામે આવી છે.


ભોપાલમાં રેલવે સ્ટેશનની પાસે બજારિયા પોલીસ વિસ્તારાં દુર્ગા પ્રતિમાના વિસર્જન સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડ થઇ હતી. આ સમય દરિયાન રિવર્સમાં આવતી કાર બેકાબૂ થતાં ભીડમાં ઘુસી ગઇ હતી અને એક બાળક સહિત ત્રણ લોકો કારની ઝપેટમાં આવી ગયા હતા.


આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કારની અંદર બેથીત્રણ લોકો જોવા મળી રહ્યાં છે. હાલ આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ નથી થઇ. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.


છત્તીસગઢના જસપુરમાં કારે લોકોને કચડી નાખ્યાં


છત્તીસગઢના જશપુરમાં એક કાર ચાલક રોડ પર ધાર્મિક રેલીને કચડતી આગળ નીકળી ગઇ. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું તો 10થી વધુ લોકો ઘાયલ થઇ ગયા. ગુસ્સામાં લોકોએ કારમાં આગ ચાંપી દીધી હતી. જો કે પોલીસે કાર ચાલક સહિત બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચો


India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો


કેરળમાં વરસાદથી તબાહી, કેટલીક નદીઓ થઇ બેકાંઠે, કોટ્ટાયમમાં 6ના મોત-4 લાપતા, જાણો વિગતે


એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે