નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશોએ જ્યાં કોરોનાના કેસો પર લગભગ જીત મેળવી લીધી છે, ત્યારે આવામાં રશિયાએ ફરી ચિંતા ઉભી કરી છે. અમેરિકા બાદ હવે રશિયામાં કોરોનાના કેસોમાં  ફરીથી વધારો જોવા મળી રહ્યો છે, આ કેસોમાં ઉથલો મારતા ભારત પણ ચિંતિત થયુ છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક હજાર લોકોના મોત થઇ ગયા છે.  


વળી, ત્રેત્રીસ હજાર બસો આઠ નવા કેસો સામે આવ્યા છે. રશિયાની સરકાર અનુસાર, રસીકરણની સ્પીડ ધીમી થવાના કારણે રશિયામાં ફરીથી કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રશિયા આ અઠવાડિયા સુધીમાં 14.6 કરોડની વસ્તીમાંથી લગભગ 29% વસ્તી (લગભગ 4.3 કરોડ)નુ રસીકરણ પુરુ થઇ ચૂક્યુ છે. 


રશિયામાં રાષ્ટ્રીય કોરોના વાયરસ કાર્ય દળે શનિવારને બતાવ્યુ કે 1,002 લોકોના મોત થયા છે. જે શુક્રવારે બતાવવામાં આવેલા આંકડા 999થી વધુ છે. વળી, 33,208 નવા કેસોની પણ પુષ્ટી થઇ છે. જે એક દિવસ પહેલાના આંકડાથી 1,000 વધુ છે. રશિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણથી દૈનિક મોતનો રેકોર્ડ આ વખતે તુટી ગયો છે, પરંતુ સરકાર હજુ પણ કેટલાય પ્રતિબંધોને લઇને અઉચ્છુક છે. 


અધિકારીઓએ રસીકરણની સ્પીડ લૉટરી,બોનસ અને અન્ય ફાયદાઓ આપીને વધારવાની કોશિશ કરવામાં આવી, પરંતુ રસીકરણને લઇને લોકોના મનમાં કેટલાય પ્રકારની આશંકાઓ છે, જે હજુ  પણ અધિકારીઓની કોશિશોમાં વાંધાઓ ઉભા કરી રહી છે.સરકારે આ અઠવાડિયે બતાવ્યુ હતુ કે, દેશની 14.6 કરોડ વસ્તીમાંથી લગભગ 29 ટકા વસ્તી (લગભગ 4.3 કરોડ)નુ રસીકરણ પુરુ થઇ ચૂક્યુ છે.


India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો


India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,95,846 પર પહોંચી છે.


છેલ્લા 16 દિવસમાં નોંધાયેલા કેસ


1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
10 ઓક્ટોબરઃ 18,106
11 ઓક્ટોબરઃ 18,132
12 ઓક્ટોબરઃ 14,313
13 ઓક્ટોબરઃ 15,823
14 ઓક્ટોબરઃ 18,987 
15 ઓક્ટોબરઃ 16,862
16 ઓક્ટોબરઃ 15,981


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 67 હજાર 719
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 19 હજાર 749
કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 95 હજાર 846
કુલ મોતઃ 4 લાખ 52 હજાર 124


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 97,65,89,504 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,20,772 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.