નવી દિલ્લી :કેંદ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું પહેલા યૂરિયા માટે ખેડૂતોને ખૂબ જ મારામારી હતી પરંતુ કેંદ્રમાં મોદી સરકાર આવવાથી યૂરિયાની સ્થિતિમાં ધણો સુધારો જોવા મળ્યો છે. હવે ખેડૂતોને યૂરિયાને લઈને કોઈ મુશ્કેલી નથી. ગડકરીએ કહ્યું પહેલા યૂરિયા બાંગ્લાદેશ અને પાકિસ્તાન મોકલવામાં આવતુ હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ  છે. હવે યૂરિયાનું બ્લેકમાં માર્કેટિંગ નથી થતું. તેમણે કહ્યું હવે કોલસાથી યૂરિયાનું ઉત્પાદન થશે,જેનાથી તેના ભાવમાં 50 ટકા ધટાડો જોવા મળશે. ગડકરીએ કહ્યું ખેડૂતોને તેની ઉપજના પૂરતા ભાવ નહોતા મળતા પરંતું મોદી સરકાર ફસલ વિમા યોજના લઈને આવી છે. જેનાથી ખેડૂતોને ધણો ફાયદો થશે. ખેડૂતોને પાણીને લઈને પણ ધણી મુશ્કેલીઓ હતી જેમાં પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના દ્વારા પાણીના સંકટમાંથી છૂટકારો મળ્યો છે.