મુંબઈ: મહારાષ્ટ્રમાં NPR લાગુ કરવા મુદ્દે રાજ્ય સરકારનો ઘટક પક્ષ એનસીપીએ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. એનસીપી પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવું એનપીઆર ઈચ્છે છે, તેવું લાગુ કરવામાં નહીં આવે.

મીડિયા સાથે વાત કરતા નવાબ મલિકે કહ્યું, “સીએએ, એનઆરસી અને એનપીઆર મામલે ગઢબંધનવાળી સરકારમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે કોઈ મતભેદ નથી. શિવસેનાએ કોઈ કારણોસર લોકસભામાં સીએએના સમર્થનમાં મતદાન કર્યું હતું, પરંતુ રાજ્યસભામાં મતદાન સમયે શિવસેના સાંસદોએ વૉકઆઉટ કર્યું હતું. જેનાથી પાર્ટીનું વલણ ખબર પડે છે.” મલિકે કહ્યું, રાજ્યમાં એનઆરસી કોઈ પણ સ્થિતિમાં લાગુ નહીં થાય અને તેને લઈને ત્રણેય પક્ષ એકમત છે.

નવા મલિક અનુસાર એનપીઆર લાગુ કરવાને લઈ ગઠબંધનવાળા ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક મળશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે, એનપીઆરનું સ્વરૂપ કેવું હશે અને તેમાં કેવા સવાલ પૂછવામાં આવશે.