લોકસભામાં પાર્ટીના નેતા ચૌધરીએ કહ્યુ કે, દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ અને તેમને એનઆરસીમાં સામેલ કરવા જોઇએ. આસામથી કોગ્રેસના લોકસભાના સભ્ય ગૌરવ ગોગોઇએ કહ્યું કે, આસામના તમામ વર્ગ એનઆરસીની સ્થિતિથી નારાજ છે. બીજેપીના મંત્રી ફરિયાદ કરી રહ્યા છે. બેદરકારીને કારણે અને વાસ્તવિક નાગરિકોએ પણ કોર્ટનો સામનો કરવો પડશે. કોગ્રેસ તમામની મદદ કરશે. રાજનીતિથી ઉપર દેશ અમારુ લક્ષ્ય છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ સંગનાએ કહ્યું કે, તમે બધા જાણો છો કે એનઆરસી આસામ કરાર હેઠળ કરવામાં આવી રહેલું કામ છે. અમારી પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ છે કે વાસ્તવિક ભારતીય નાગરિકોના હિતોની સુરક્ષા થવી જોઇએ. નોંધનીય છે કે આસામમા એનઆરસીની અંતિમ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં લગભગ 19.07 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. એનઆરસીની અંતિમ યાદીમાં 3.11 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.