પટના: ભાજપના દિગ્ગજ નેતા અને દિવંગત પૂર્વ કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીની બિહારમાં પ્રતિમાં સ્થાપિત કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે રાજ્યમાં અરૂણ જેટલીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને તેમની જન્મ જંયતી પર દર વર્ષે રાજ્ય સમારોહ તરીકે ઉજવવામાં આવશે. નીતિશ કુમારે આ જાહેરાત શ્રી કૃષ્ણ મેમોરિયલ હૉલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં કરી હતી.
નીતિશ કુમારે કહ્યું કે બિહારમા અમને જે સેવા કરવાની તક મળી છે જેમાં અરૂણ જેટલીની મહત્વલપૂર્ણ ભૂમિકા છે. ઉલ્લેખનીય છે કે 24 ઓગસ્ટના રોજ અરૂણ જેટલીનું એમ્સમાં 66 વર્ષની વયે નિધન થયું હતું. બિહારના મુખ્યમંત્રીએ જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું અને તેને વ્યક્તિગત ક્ષતિ ગણાવી હતી. તેઓએ રાજ્યમાં બે દિવસ રાજકીય શોકની જાહેરાત પણ કરી હતી.


ઉલ્લેખનીય છે કે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ મંગળવારે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય કર્યો છે.બીસીસીઆઈના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને દિલ્હી ક્રિકેટના પૂર્વ પ્રેસિડેન્ટ અરુણ જેટલીની યાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નામકરણ 12 સપ્ટેમ્બરે એક સમારોહમાં કરવામાં આવશે.