Richard Branson Space Journey: રિચર્ડ બ્રેસમનની સાથે-સાથે અન્ય 6 લોકો પણ અંતરિક્ષ યાત્રા પર જઇ રહ્યાં છે.  જેમાં સિરિશા બાંદલા પણ સામેલ છે. સિરશા બાંદલા ભારતમાં જન્મી એવી બીજી મહિલા છે જે અંતરિક્ષની સફરે જશે. આ પહેલા કલ્પના ચાવલાએ આ ઉડાન ભરી હતી. . 34 વર્ષની સિરિશા એરોનોટિકલ એન્જિનિયર છે.


સપનાને હકીકતમાં બદલવા માટે બ્રિટેનના અરબપતિ અને અમેરિકી અંતરક્ષિયાન કંપની વર્જિન ગૈલેક્ટિક્ટના માલિક રિચર્ડ બ્રૈનસન  આજે અંતરિક્ષની યાત્રા કરશે. બ્રેનસન છેલ્લા દસ દિવસ પહેલા આ અંતરિક્ષ યાત્રાની જાહેરાત કરી હતી. બ્રેનસન સાથે અન્ય છ લોકો પણ આ યાત્રોનો હિસ્સો બનશે.જેમાં ભારતીય મૂળની સિરશા બાંદલા પણ સામેલ છે. સિરસા ભારતમાં જન્મી એવી બીજી મહિલા છે. જે અંતરિક્ષ યાત્રા પર જઇ રહી છે. આ પહેલા કલ્પના ચાવાલએ આ કમાલ કરી હતી.


આ અંતરિક્ષ યાન ન્યૂ મેક્સિકોથી આજ ઉડાન ભરશે. જેમાં ચાલક દળના બધા જ સદસ્ય કંપનીના કર્મચારી હશે. વર્જિન ગેલેક્ટિક માટે અંતરિક્ષ માટેની આ ચોથી ઉડાન હશે.આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા અમેજોનના સંસ્થાપક જેફ બેજોસને  સ્પેસમાં જવાની જાહેરાત કરી હતી. આવું કરનાર તે પહેલો શખ્સ હોત પરંતુ રિચર્ડ બ્રેનસને તેને ઇતિહાસ બનાવાથી રોકી દીધો હતો. તેમણે થોડા કલાક બાદ 11 જુલાઇએ સ્પેસમાં જવાની જાહેરાત કરી હતી.


શું છે સ્પેસ યાત્રાનો હેતુ


રિચર્ડ બ્રેનસનની આ યાત્રાનો હેતુ સ્પેસ ટૂરિઝમ ફરીથી શરૂ કરવાનો છે. ઉલ્લેખનિય છે કે, કેટલાક વર્ષોથી કેટલીક કંપનીઓ આ ક્ષેત્રમાં  આવવાની કોશિશ કરી રહી છે. આ પહેલા રશિયા સ્પેસ એજન્સી આ પ્રકારનું આયોજન કરતી હતી. જેના માટે લોકો પાસેથી ભારે ભરખમ રકર આપવામાં આવતી હતી. જેના હેઠળ લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લઇ જવાતા હતા. જો કે 2009માં તેને બંધ કરી દેવાયું. હાલ આ ક્ષેત્રમાં ત્રણ કંપની કામ કરી રહી છે. જેમાં બ્રેનસનની સાથે એલન મસ્ક અને જેફ બેજોસની કંપની કામ કરી રહી છે. આશા સેવાઇ રહી છે કે, થોડા સમય બાદ સ્પેસ ટૂરિઝમને ફરીથી શરૂ કરી શકાશે.