National Sample Survey Office: નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) એ જાન્યુઆરી 2020 થી ઑગસ્ટ 2021 સુધી દેશમાં મલ્ટિપલ ઈન્ડિકેટર સર્વે (MIS) હાથ ધર્યો હતો. આ સર્વે દેશના 2 લાખ 76 હજાર 409 ઘરોમાં કરવામાં આવ્યો હતો. સર્વેમાં 1 લાખ 64 હજાર 529 મકાનો ગ્રામીણ વિસ્તારમાં હતા જ્યારે 1,11,880 મકાનો શહેરી વિસ્તારોમાં હતા. અંદમાન અને નિકોબારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના અન્ય તમામ ભાગોમાં સર્વે કરવામાં આવ્યો હતો.






નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર, દેશના કુલ લોકોના 95.7 ટકા લોકોના પીવાના પાણીના સ્ત્રોતમાં સુધારો થયો છે. તેમાં ગ્રામીણ વિસ્તારોમાં 95 ટકા અને શહેરી વિસ્તારોમાં 97.2 ટકા લોકોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પાણીના સ્ત્રોતમાં સુધારણા હેઠળ બોટલ બંધ પાણી, વિસ્તાર અથવા પ્લોટ સુધી પાઈપથી પાણી, પાડોશીના ઘરમાં પાઈપથી આવતું પાણી, જાહેર નળ, હેન્ડપંપ અને ટ્યુબવેલ જેવા સ્ત્રોતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં 98 ટકા લોકો પાસે પહેલા કરતા વધુ સારી શૌચાલયની સુવિધા છે.


કેટલા લોકો પાસે એલપીજી ગેસ છે?


દેશમાં 98 ટકા લોકો પાસે પહેલા કરતા વધુ સારી શૌચાલયની સુવિધા છે. જેમાં ગ્રામીણ વિસ્તારના 97.5 ટકા લોકોનો પણ સમાવેશ થાય છે. સર્વેક્ષણ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 77.4 ટકા લોકો પાસે સાબુ અથવા ડિટર્જન્ટથી હાથ ધોવાની સુવિધા છે. દેશભરમાં આવા લોકોની સંખ્યા 81.9 ટકા છે. દેશના કુલ 63.1 ટકા પરિવારો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કુલ 49.8 ટકા પરિવારો પાસે એલપીજી, ગોબર ગેસ, સૌર કુકર અને રસોઈ માટે ઈલેક્ટ્રીક ઉપકરણો જેવી સ્વચ્છ ઉર્જાની સુવિધા છે.


એપ્રિલ 2014 પછી દેશના કુલ 9.9 ટકા નવા મકાનો બાંધવામાં આવ્યા હતા અથવા ફ્લેટ ખરીદવામાં આવ્યા હતા. આમાંથી 49.9 ટકા એવા મકાનો છે જે પ્રથમ વખત ખરીદવામાં આવ્યા હતા અથવા બાંધવામાં આવ્યા હતા. સર્વે દરમિયાન 29.1 ટકા લોકોએ જણાવ્યું કે તેઓએ પોતાનું ઘર બદલ્યું છે.


Excise Policy: CBI બાદ હવે સિસોદિયા મામલે ED એક્શનમાં, પુછપરછ માટે પહોંચી જેલ


ED Questioning Manish Sisodia: દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે સીબીઆઈ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના પૂર્વ મંત્રી અને હાલ જેલમાં રહેલા મનીષ સિસોદિયા વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. EDની એક ટીમ આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા તિહાર જેલમાં પહોંચી છે. આ પહેલીવાર છે જ્યારે ED એક્સાઇઝ કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે. એક્સાઇઝ કેસમાં દિલ્હીની એક કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. તેમના જામીન પર 10 માર્ચે સુનાવણી થશે.


EDની આ પૂછપરછ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું છે કે, સિસોદિયાએ શાળાઓને કાયાકલ્પ કરી છે. સિસોદિયાએ ગરીબોને શિક્ષણ આપ્યું. મનીષ અને સત્યેન્દ્ર દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, દેશના પીએમ દેશને લૂંટનારાઓને સમર્થન આપે છે ને સામાન્ય લોકો માટે કામ કરનારૂ કોઈ બચ્યું જ નથી. હું હોળીના દિવસે આખો દિવસ દેશ માટે પ્રાર્થના કરીશ... દેશવાસીઓ પણ મારી સાથે છે. હું ભગવાનનું ધ્યાન કરીશ. 


સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, ઈડીએ એક્સાઈઝ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. તેણે હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની અટકાયત કરી છે. EDના અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિસોદિયાનું નિવેદન પણ રેકોર્ડ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ ગયા મહિને આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.