ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ તોફાનો થયા હતા. તેની પાછળનું કારણ બીજેપી (BJP) પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) નું નિવેદન છે. મુસ્લિમ સમુદાયનો આરોપ છે કે નૂપુરે ટીવી ડિબેટમાં ધાર્મિક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આનાથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ થયા હતા. કાનપુરમાં જ્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શહેરમાં હાજર હતા ત્યારે બે સમુદાયોમાં પથ્થરમારો થયો હતો. જો કે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. વિવાદિત નિવેદન બાદ નુપુર શર્માને અનેક ધમકીઓ પણ મળી હતી.


નૂપુર શર્માની રાજકીય કારકિર્દી
2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નુપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. નુપુર શર્મા આ સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તે 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. જ્યારે તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.


નુપુર બીજેપી દિલ્હીની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય પણ હતા. જો કે આ ઘટના બાદ ભાજપમાંથી બહાર ફેંકાઈ ગયા. નૂપુર દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂકી છે. 2008માં ABVP તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નુપુર એકમાત્ર ઉમેદવાર હતી. નૂપુર શર્મા વિશે ખાસ વાત એ છે કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી નૂપુર વ્યવસાયે વકીલ પણ છે.


શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું? 
નુપુર શર્માએ 27 મેના રોજ એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો સતત હિંદુ આસ્થાની મજાક ઉડાવી રહ્યા છે. જો આવું થાય તો તે અન્ય ધર્મોની પણ મજાક ઉડાવી શકે છે. નૂપુરે વધુમાં ઇસ્લામિક માન્યતાઓનો ઉલ્લેખ કર્યો. આ વાત મોહમ્મદ ઝુબૈર નામના યુવકે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી અને નૂપુર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. કાનપુરમાં આ અંગે પેમ્ફલેટ પણ ચોંટાડવામાં આવ્યા હતા.