એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ દીકરાને જન્મ આપ્યો છે. તેણે સ્વસ્થ બેબી બોયને જન્મ આપ્યો છે. હાલમાં એક્ટ્રેસ અને તેનું બેબી એકદમ સ્વસ્થ્ય છે. નુસરત જહાંએ ડિલીવરીના થોડા કલાક પહેલાની પોતાની તસ્વીર શેર કરી હતી. તેણે તેના કેપ્શનમાં લખ્યુ હતું કે, ડર પર વિશ્વાસ.


નુસરત જહાંની પ્રેગ્નેન્સીની ખબરો જૂન મહિનામાં સામે આવી હતી. જ્યારે તેનું બેબી બમ્પ લોકોની સામે દેખાયુ હતું. ત્યાર બાદ સતત નુસરત જહાં અને નિખિલ જૈનના સંબંધોને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. જેના પર નિખિલે પ્રેગ્નેન્સી વિશે કંઈ ખબર ન હોવાની વાતો કહી હતી. સાથે જ કહ્યુ હતું કે, બંને અલગ થઈ રહ્યા છે અને અલગ ઘરમાં રહે છે. ત્યાર બાદ બાંગ્લા એક્ટર યશ દાસ ગુપ્તા સાથે સંબંધો હોવાની વાતો પણ બહાર આવી હતી. જો કે નુસરત જહાં તરફથી યશ દાસ ગુપ્તા સાથે સંબંધો હોવાની વાતને લઈને તેના તરફથી કોઈ નિવેદન અપાયું નથી.


અગાઉ સાંસદ નુસરત જહાં પોતાના પતિ નિખિલ જૈન સાથે ખરાબ થયેલા સંબંધો વિશે જાહેરમાં નિવેદન આપ્યુ હતું. તેના પતિનું કહેવુ છે કે, તે અને નુસરત જહાં છેલ્લા કેટલાય મહિનાથી સાથે રહેતા નથી. ત્યારે આવા સમયે તેને નથી ખબર કે આ બાળક કોનું છે. નુસરતે 19 જૂન 2019માં નિખિલ જૈન સાથે તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન રીત રિવાજ મુજબ થયા હતા. નુસરત અને નિખિલના રિસેપ્શન કલકત્તાના આઈટીસી રોયલ હોટલમાં કરાયું હતું. જ્યાં રાજકારણ અને ફિલ્મ જગતની હસ્તીઓ હાજર રહી હતી. જો કે, આ વર્ષે જૂનમાં નુસરત જહાંએ જણાવ્યુ હતું કે, તેના લગ્ન ભારતમાં માન્ય નથી.