દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન, માસ્કનું વિતરણ કરશે કેજરીવાલ સરકાર
abpasmita.in | 13 Sep 2019 04:02 PM (IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ દરમિયાન લોકોને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પણ આપવામાં આવશે. રાજધાનીને પોલ્યુશન ફ્રી કરવા માટે 7 યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં પ્રદૂષણ મુક્ત દિવાળી,ઓડ-ઈવન પોલિસી, પોલ્યુશન માસ્કનું વિતરણ, કચરો બાળવા પર પ્રતિબંધ, હોટસ્પોટ એક્શન પ્લાન, ડસ્ટ પોલ્યુશન કંટ્રોલ અને દિલ્હી ટ્રી ચેલેન્જ પ્રોગ્રાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન વ્યવસ્થા લાગુ કરી હતી. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરી જણાવ્યું કે આશકે 1200 ઈમેલ્સ, RWAs અને વિશેષજ્ઞો પાસે સલાહ મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પ્રદૂષણ સામે લડવા માટે #WinterActionPlan બનાવ્યો છે. સામૂહિક રીતે પ્રદૂષણ મુક્ત દીવાળીની ઉજવશે દિલ્હી સરકાર Odd-Even ફરી લાગૂ પોલ્યુશન માસ્કનું મફત વિતરણ લાગૂ થશે Hotspot Action Plan કચરાો બાળવા પર પ્રતિબંધ દિલ્હી સરકાર લાવશે 'Tree Challenge'