Odisha: ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વ વાળી બીજૂ જનતા દળ (બીજેડી)ની સરકારે લાંબા સમય સુધી રાજ્યમાં શાસન કર્યુ છે. લગભગ 24 વર્ષ સુધી સરકારમાં રહ્યા બાદ થોડા સમય પહેલા તેને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તા પરથી ઉખાડી ફેંકવામાં આવી હતી. હવે સત્તામાં આવ્યા બાદ ભાજપ ના માત્ર રાજ્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બતાવેલા માર્ગ પર લઈ જઈ રહી છે, પરંતુ અગાઉની સરકારના કામ અને નામને ભૂંસી નાખવામાં પણ વ્યસ્ત છે. આ તેના વર્તમાન નિર્ણયો અને કાર્યોમાં જોઈ શકાય છે.


BJD સરકારની મુખ્ય યોજના બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના (BSKY) ને ભાજપ દ્વારા ગોપાલબંધુ જન આરોગ્ય યોજના (GJAY) નામ સાથે બદલવામાં આવી. GJAY એ કેન્દ્ર સરકારની PM-જન આરોગ્ય યોજના અને BSKY નું હાઇબ્રિડ સંસ્કરણ છે. આટલું જ નહીં, જ્યારે નવી સરકારે જુલાઈમાં રાજ્યનું બજેટ રજૂ કર્યું, ત્યારે ભૂતપૂર્વ સીએમ અને ઓડિશા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નવીન પટનાયકે જોયું કે ઓછામાં ઓછી 40 જૂની યોજનાઓના નામ બદલવામાં આવ્યા છે. મધ્યાહન ભોજન યોજના પણ હવે પીએમ પોષણ યોજના તરીકે ઓળખાશે.


ઓડિશામાં જે યોજનાઓની રી-બ્રાન્ડિંગ કરવામા આવી, તેમાં આ પણ સામેલ છે - 


બીજૂ સ્વાસ્થ્ય કલ્યાણ યોજનામાથી ગોપાલબંધી જન આરોગ્ય યોજના
કલિયા યોજનામાથી સીએમ કિસાન
અમા ઓડિશા નવીન ઓડિશામાથી વિકસિત ગાંવ વિકસિત ઓડિશા
મિલેટ મિશનમાંથી શ્રી અન્ન અભિયાન
બીજૂ સેતુ યોજનામાંથી સેતુ બંધના યોજના
એલએસીસીએમઆઇ બસમાંથી મુખ્યમંત્રી બસ સેવા
મેક ઇન ઓડિશામાથી ઉત્કર્ષષ ઉત્કલ
મમતા યોજનામાંથી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના


હાલની સરકાર પણ રંગ બદલવાની હોડમાં છે, જોકે, લીલા (બીજેડી શાસનનું વિષયગત રંગ)ની જગ્યાએ નારંગી કલર થઇ રહ્યો છે. ધીમે ધીમે સરકારી ઇમારતો, ધોરણ IX અને X ના સ્કૂલ ડ્રેસ, એલએસીસીએમઆઇ બસો, રસ્તા પર લાગેલા દિશાસૂચક બૉર્ડ, દિવાલો પરની જાહેરાતો અને એટલે સુધી કે દૂધના પેકેટને પણ ભગવા રંગમાં રંગવામાં આવી રહ્યાં છે. 


BJDના ભૂતપૂર્વ ધારાસભ્ય લતિકા પ્રધાન માને છે કે નવી સરકારે હંમેશા તેમની પાસેથી 'ઉધાર' લીધો છે. કારણ કે તેઓ જાણે છે કે નવીન પટનાયકના કાર્યકાળ દરમિયાનની યોજનાઓ સારી હતી. જોકે, તેમની પાસે માત્ર દૂરદર્શિતાનો અભાવ નથી પરંતુ ઓડિશાના મહાન પુત્રોના નામ પર રાખવામાં આવેલી યોજનાઓના નામ બદલીને બીજુ પટનાયકના વારસાને પણ ઇરાદાપૂર્વક ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.


બીજેપીના પ્રવક્તા અનિલ બિસ્વાલે અંગ્રેજી ચેનલને કહ્યું, "આ જૂઠ છે કે અમે માત્ર યોજનાઓના નામ અને રંગ બદલ્યા છે. અમારી સરકારે લોકોને વધુ સારી સેવાઓ આપવા માટે તેમાં ઘણા સુધારા કર્યા છે. તે ત્રણ તદ્દન નવી યોજનાઓ છે. તમે 100 દિવસમાં અમે જે પ્રૉજેક્ટ લૉન્ચ કર્યા છે તેની વાત કેમ નથી કરતા?"


આ પણ વાંચો


મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCP એ જાહેર કર્યું 38 ઉમેદવારોનું લિસ્ટ, છગન ભુજબળ સહિત આ નેતાઓને ટિકીટ