ઓડિશામાં આકરી ગરમીને કારણે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશા સરકારે નવો આદેશ જાહેર કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ, પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, 16મી એપ્રિલ, 2023 સુધી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. નવા આદેશમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આજથી તમામ આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે.
11 એપ્રિલ 2023 ના રોજ રાજ્ય સરકારે કહ્યું હતું કે હિટ વેવના કારણે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, વર્ગો સવારે 7 થી 11:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યા હતા.
તાપમાનમાં અચાનક વધારો થવાને કારણે રાજ્ય સરકારે 12 થી 16 એપ્રિલ 2023 સુધી તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ધોરણ 11 અને 12 અને કોલેજોના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સખત ગરમીને કારણે વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી સુનિશ્ચિત કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.
નવા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, 'સ્કૂલ, કોલેજો અને અન્ય શૈક્ષણિક/ટેકનિકલ સંસ્થાઓમાં પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વધારાની કાળજી લેવી પડશે. શાળાઓ અને કોલેજોમાં પણ પૂરતા પ્રમાણમાં ORS રાખવા જોઈએ અને જેની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ/કર્મચારીઓને આપવામાં આવે. વિદ્યાર્થીઓ માટે આઉટડોર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો પડશે.
Weather Update: દિલ્હી-NCRમાં પડશે ભીષણ ગરમી, આ રાજ્યોમાં વરસાદથી વાતાવરણમાં આવશે પલટો
Weather Forecast: એપ્રિલ મહિનામાં જ હવામાનનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. વધતા જતા તાપમાન અને આકરા તડકાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એપ્રિલના શરૂઆતના દિવસોમાં જ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં હળવા વરસાદની સ્થિતિ છે.
આ વર્ષે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો ત્યાં બીજી તરફ હવે એપ્રિલમાં જ મે-જૂન જેવો તડકો પડતાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચારથી પાંચ દિવસમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
દિલ્હી-NCRમાં વધશે પારો, અહીં વરસાદ પડશે
આ સપ્તાહના અંત સુધીમાં દિલ્હી-એનસીઆર સહિત અનેક ભાગોમાં પારો વધવાની ધારણા છે. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા ચાલુ છે. બુધવારે (12 એપ્રિલ) પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ કેટલાક સ્થળોએ હળવા અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી છે