ઓડિસાઃ બહેરામપુર દરિયાકિનારા પર લાખોની સંખ્યામાં ઓલિવ રીડલી જાતિના કાચબા ઈંડા મુકવા આવતા હોય છે. આ વર્ષે પણ આ દુર્લભા જાતિના કાચબા ઓડિસાના બહેરામપુર દરિયાકિનારા પર પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ 2.42 લાખ કાચબા અત્યાર સુધીમાં બહેરામપુર દરિયાકિનારા પર પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે, કેટલાક સમયથી આ જાતિના કાચબા પર સંકટ તોળાઈ રહ્યું છે.
માણસો દ્વારા ફેલાવાતા પ્રદુષણ અને કચરાના કારણે પૃથ્વી પરથી અનેક પ્રાણીઓ અને દરિયાઈ જીવોની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તેમાંની એક પ્રજાતિ ઓલિવ રિડલી ટર્ટલની પણ છે. આ જાતિના કાચબા ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાઈ કિનારે જોવા મળે છે. થોડા વર્ષો પહેલાં ઓલિવ રીડલી કાચબાની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ કાચબાઓની સંખ્યા ઘટવાનું કારણ ગેરકાયદેસર થતી માછીમારી અને જરુરી માપદંડ વગરની જાળીના કારણે આ પ્રજાતિ લગભગ લુપ્ત થવાને આરે આવી ગઈ હતી.
આ વર્ષે બહેરામપુર દરિયાકિનારા પર 2.42 લાખ કાચબા અત્યાર સુધીમાં આવી પહોંચ્યા છે. આ કાચબાઓને ઈંડા મુકવા માટે સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ANI સાથે વાત કરતાં બહેરામપુરના ડીએફઓ અમાલન નાયકે જણાવ્યું કે, અમે ઓલિવ રીડલી કાચબાની ઈંડા મુકવાની પ્રક્રિયામાં કોઈ અડચણ ના આવે અને કાચબા સુરક્ષિત રીતે બચ્ચાને જન્મ આપી શકે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. સાથે જ કાચબાઓની સુરક્ષા અને તેમની ગણતરી માટે સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, કાચબાની સુરક્ષા માટે ત રીતે બચ્ચાને જન્મ આપી શકે અને ઇંડાને નુકસાન ન થાય તે માટે કિનારા પર સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવતો હોય છે. લોકો ગેરકાયદેસર રીતે કાચબાના ઈંડા ચોરી ન જાય કે તેને નુકસાન ન પહોંચાડે તે માટે સુરક્ષા કડક કરવામાં આવતી હોય છે.