મુંબઇઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં માસ્ક વગર ફરવાની મંજૂરી આપી છે. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે નહીં. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરુવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર કોઈ દંડ થશે નહીં. જોકે, બીએમસીએ લોકોને સ્વેચ્છાએ માસ્ક પહેરવાની અપીલ કરી છે કારણ કે કોવિડ-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી. મોટા મુંબઈ વિસ્તારમાં (1 એપ્રિલથી) જો લોકો માસ્ક નહીં પહેરે તો 200 રૂપિયાનો દંડ થશે નહીં," BMCએ એક રિલીઝમાં જણાવ્યું હતું.


મહારાષ્ટ્રમાં 2 એપ્રિલથી માસ્ક સહિત કોવિડને લગતા તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે.


મહારાષ્ટ્રમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિત કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો 2 એપ્રિલથી હટાવવામાં આવશે. સરકારે ગુરુવારે આ જાહેરાત કરી હતી. બે વર્ષથી વધુ સમય પછી રોગચાળાને લગતા નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે. 2 એપ્રિલના રોજ આવતા મરાઠી નવા વર્ષ 'ગુડી પડવા'ના દિવસથી કરવામાં આવી રહ્યું છે.


આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોપેએ કહ્યું, "ગુડી પડવાથી (મરાઠી નવું વર્ષ જે આ વખતે 2 એપ્રિલે હશે) એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લાદવામાં આવેલા કોવિડ -19 સંબંધિત તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવશે."


તેમણે કહ્યું કે 2 એપ્રિલથી માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં. એક અલગ નિવેદનમાં મુખ્યમંત્રી  ઠાકરેએ ચેતવણી આપી હતી કે પ્રતિબંધો હટાવવાના હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાની અને એન્ટિ-કોરોનાવાયરસ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.


ટોપેએ પત્રકારોને કહ્યું કે અમેરિકા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોએ માસ્ક પહેરવા સંબંધિત નિયમ હટાવી લીધો છે. મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાને કહ્યું, "મુખ્યમંત્રી અને અન્ય (કેબિનેટ સાથીદારો) એ આ નિર્ણય લેતા પહેલા રાજ્યની ટાસ્ક ફોર્સ અને આરોગ્ય વિભાગની કોવિડ-19 પર સલાહ લીધી છે