Former Railway Minister Dinesh Trivedi : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 261થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની તપાસ માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે, જે દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે. દરમિયાન પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ આ ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ઘટના પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 261થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની તપાસ માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે, જે દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે. દરમિયાન પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ આ ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. ઉદાહરણ તરીકે 2010માં પશ્ચિમ બંગાળના ખડગપુર પાસે ટ્રેન 10 મહિના સુધી ચાલી નહોતી, તે પણ એક સમય હતો. તેથી જો આવો કોઈ એંગલ હોય તો તપાસ સમિતિએ તેને નજર અંદાજ કરવો ના જોઈએ. આ દુર્ઘટના એક કાવતરું પણ હોઈ શકે છે, કારણ કે તેની ટાઈમિંગ જ વિચિત્ર છે.


પૂર્વ રેલવે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું ઘટના સ્થળના વીડિયો અને ફોટા જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે જાણે કોઈ ધરતીકંપ આવ્યો હોય. અત્યારે યોગ્ય તપાસની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આપણે જાપાન જેવી ટેક્નોલોજી લાવવી જોઈએ, જેથી એક પણ મુસાફર મૃત્યુ ન પામે.


બંગાળમાં શું થયું?


2010માં પશ્ચિમ બંગાળમાં રેલવે ટ્રેકની તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 250 લોકો ઘાયલ થયા હતા. તે વિસ્તાર નક્સલવાદથી પ્રભાવિત હતો. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ત્યાં રાત્રે ટ્રેનો દોડતી નહોતી.


પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું?


કોરોમંડલ એક્સપ્રેસે શુક્રવારે સાંજે લગભગ 6.55 વાગ્યે બહાનગર બજાર સ્ટેશન ક્રોસ કર્યા બાદ મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇન લીધી, જ્યાં માલગાડી  ટ્રેન પહેલાથી જ ઊભી હતી. આ ટ્રેન 127 કિમી પ્રતિ કલાકની ઝડપે તેમાં ઘૂસી ગઈ, જેના કારણે તેના કેટલાક કોચ પલટી ગયા. દરમિયાન બીજા ટ્રેક પર યશવંતનગર એક્સપ્રેસ આવી હતી. તે ડિરેલ થયેલા ટ્રેનના ડબ્બા સાથે અથડાઈ ગઈ. જેના કારણે ઘણું નુકસાન થયું હતું.


અકસ્માત સમયે કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા


ઓડિશાના બાલાસોરમાં જ્યારે કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો ત્યારે લોકો ટ્રેનમાં નાસ્તો કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માત સમયે મુસાફરોએ ટ્રેનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત બાદ બોગીઓના રીતસરના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ડબ્બાની બારીના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.