ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ બાલાસોર હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા.  તેમણે તેમને ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું છે. 


પીએમ મોદીએ ઈજાગ્રસ્તોના મળીને તેમના ખબર અંતર પુછ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ સમયે સમગ્ર દેશની સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સરકારની પ્રાથમિકતા એ છે કે, વધુમાં વધુ બચાવ કેવી રીતે કરી શકાય. હોસ્પિટલમાં દર્દી છે, તેમની સારવાર કેવી રીતે કરવી, ટ્રેકને સામાન્ય કેવી રીતે કરવો.


 






પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રામાં ઘણા રાજ્યોના પ્રવાસીઓએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે. મનને વ્યથિત કરતી આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ઘાયલ થયેલા લોકો માટે કોઈ કસર છોડશે નહીં. સરકાર માટે આ મુદ્દો ગંભીર છે. તેની તપાસ કરવામાં આવશે, જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.


પીએમ મોદીએ મદદ કરનારાઓનો આભાર માન્યો


આ સાથે વડાપ્રધાન મોદીએ ઘાયલોને મદદ કરનારાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એક દર્દનાક ઘટના છે. ઘાયલોની સારવાર માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, દરેક બાબતેથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. દોષિતોને સખત સજા કરવામાં આવશે. રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.


આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માત ખૂબ જ દર્દનાક અને પરેશાન કરનારો છે, મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, રેલ્વેએ બચાવ કામગીરી અને રેલ કામગીરી ફરી શરૂ કરવા માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે.