Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ હવે આ દુર્ઘટનામાં પોતાના પરિવારજનો માટે ભારતીય રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ઘણા લોકો એવા છે જેઓ તેમના પરિવારના સભ્યોના મૃતદેહ પણ શોધી શક્યા નથી. આવા ગુમ થયેલા લોકોની સતત શોધ ચાલુ છે. સંબંધીઓ હાથમાં ઓળખ પત્રો લઈને શબઘરમાં ભટકી રહ્યા છે. આવી સ્થિતિમાં, રેલવેએ પણ આ પરિવારોની મદદ માટે ઘણા પગલાં લીધા છે. ગુમ થયેલા લોકોના સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ રાજ્ય સરકારના સહયોગથી ત્રણ ઓનલાઈન લિંક પણ તૈયાર કરવામાં આવી છે.


ઓનલાઈન લિંક મારફતે મળશે મદદ


બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારોને મદદ કરવા માટે રેલવેએ ઓડિશા સરકાર સાથે મળીને ત્રણ ઑનલાઇન લિંક તૈયાર કરી છે.  મૃતકોની તસવીરો અને વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી આ લિંક્સમાં આપવામાં આવી છે. આ ઓનલાઈન લિંક મારફતે સંબંધીઓ તેમના પરિવારના સભ્યોને શોધી શકે છે. આમાં તે મૃતદેહો વિશે પણ માહિતી આપવામાં આવી છે, જેની ઓળખ થઈ શકી નથી.


રેલવેએ આ જાણકારી આપી


આ અંગે રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય રેલવેએ ઓડિશાના બાલાસોર ખાતે ત્રણ ટ્રેનોની ટક્કર સાથે સંકળાયેલા અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોના પરિવારોને મદદ કરવા માટે ઓડિશા સરકાર સાથે મળીને એક પહેલ કરી છે." નિવેદન અનુસાર, "આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારના સભ્યો/સંબંધીઓ/મિત્રો અને શુભેચ્છકો આ લિંક્સ દ્વારા મૃતકના ફોટોગ્રાફ્સ, વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી અને અજાણ્યા મૃતદેહો વિશેની માહિતીને ઍક્સેસ કરી શકે છે."


રેલવેએ લોકોને જે ત્રણ લિંકનો ઉપયોગ કરવાની અપીલ કરી છે તે નીચે મુજબ છે-


મૃતકના ફોટોગ્રાફ્સની લિંક


(https:rcodisha.nic.in/Photos Of Deceased with Disclaimer.pdf)


વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા મુસાફરોની યાદીની લિંક


(https: //www.bmc.gov.in/train-accident/download/Lists-of-Passengers-UnderGoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf)


SCB કટક ખાતે સારવાર હેઠળ અજાણ્યા વ્યક્તિઓની લિંક


( https:// www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf )


રેલવે દ્વારા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે 24 કલાક કામ કરશે. હેલ્પલાઇન નંબર 139 ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારો/સંબંધીઓ માટે કામ કરી રહ્યો છે.  વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે આ હેલ્પલાઈન નંબર પર નજર રાખી રહ્યા છે. આ સિવાય ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્પલાઈન નંબર 18003450061/1929 પણ 24 કલાક કાર્યરત છે.